peperonity.net
Welcome, guest. You are not logged in.
Log in or join for free!
 
Stay logged in
Forgot login details?

Login
Stay logged in

For free!
Get started!

Multimedia gallery


laljidharmik.peperonity.net

માં બાપ

CHILDREN SPECIALL.
માં-બાપને ભૂલશો નહિ
@@@@@@@@@@
ભૂલો ભલે બીજું બધું , મા-બાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના,એ કદિ વિસરશો નહિ.

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા,ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં,પથ્થર બની છુંદશો નહિં.

કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઇ મોટા કયૉ,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ.

લાખો લડાવ્યા લાડ તમને,કોડ સૌ પૂરા કયૉ,
એ કોડના પૂરનારના,કોડ પૂરવા ભૂલશો નહિ.

લાખો કમાતા હો ભલે,મા-બાપ જેથી ના ઠયૉં,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો,
એ ભાવના ભૂલશો નહિં.

ભીને સૂઈ પોતે અને,સૂકે સુવડાવ્યા આપને,
એ અમીમય આંખને' ભૂલીને ભીંજવશો નહિ.

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ.

ધન ખરચતાં મળશે બધું,માતા-પિતા મળશે નહિ,
પલ પલ પાવન એ ચરણની,ચાહના ભૂલશો નહિ,

લાલજી વાઘેલા


This page:




Help/FAQ | Terms | Imprint
Home People Pictures Videos Sites Blogs Chat
Top
.